World Human Rights Day

આજે 10th December – World Human Rights Day

Human rights કોના? ચાલો આજે human rights નું એક priority list બનાવીએ કે આ હક્ક કોને પહેલા મળવા જોઈએ

બેઘર, ભૂખ્યા, તરસ્યા રસ્તા પર રહેતા લોકો
અનાથ, રસ્તે રઝળતા બાળકો
પોતાના સંતાનો દ્વારા તરછોડી દીધેલા ઘરડાં લોકો
કોઈ કાળજી ન લેનાર હોય તેવા અપંગો
દવાના પૈસા વગરના મરિઝો
અભણ પ્રજા
જેના પર અત્યાચાર થયો છે તેઓ
ચોર, લૂંટારા
રેપિસ્તો
આતંકવાદીઓ

અફસોસ ભારત દેશનો એ છે કે human rights માટે કામ કરતી સંસ્થાઓ અને ધકેલ પંચા દોઢસો જેવા NGO, લિસ્ટમાં દર્શાવ્યા મુજબ ઉપરથી નીચે મદદ કરવાને બદલે નીચેથી ઉપર કામ કરે છે. ખાલી મીડિયાનું ધ્યાન મેળવવા.

ચોરી, લૂંટ, બળાત્કાર, મર્ડર

ચોરી, લૂંટ, બળાત્કાર, મર્ડર

વધશે કારણકે આજના બાળકોને કોઈ પણ સજા નથી થતી.

“સોટી વાગે ચમ ચમ
વિદ્યા આવે ધમ ધમ”
નો જમાનો ગયો.

બાળક જો બીજા ધોરણમાં એક રબબર ચોરી કરે તો આજે તેને સમજાવી માફ કરી દે છે. તે સમજે ન સમજે અને બીજી ચોરી કરે. પછી એક કાને સાંભળી બીજા કાને કાઢી નાંખે. જો ત્યારે હથેળીમાં ફૂટપટ્ટી પડી હોય કે ૧૫ મિનિટ સુધી મરઘો બની બેસવું પડે તો બીજીવાર આવી ભૂલ કરતાં પહેલાં બે વાર વિચારે.

બાળ મગજમાં, હું કાંઈ પણ કરું પણ મને કોઈ નુકશાન ન થાય, એવી છાપ પડી જાય તો તે આગળ વધી ખોટું કરતાં અચકાતા નથી.

આપણે નાના હતા ત્યારે સ્કૂલમાં ટીચરો ફૂટપટ્ટી, કેન થી મારતા, મરઘાં બનાવતા, આખો પિરિયડ બેંચ પર ઉભા કરતાં, તો આજે પણ આપણે તે યાદ કરીએ છીએ. અને તે વખતે ભણેલા પાઠ બરાબર યાદ છે. ઉપરાંત ઘરે જો કાંઈ ઉંચનીચ થાય તો લાફો પહેલા પડે અને પછી clarification આવે.

ઘણીવાર લોકો એવું પણ બોલતા કે બચપણમાં માએ લાફો નહોતો માર્યો એટલે બગડી ગયો. હવે તો થોડા માતાપિતા “No beta” કહી ચૂપ, અને થોડા ફ્રીડમ અને ક્રિએટિવિટી ના નામ પર બાળક્ને મન ફાવે તેમ કરવા દે.

નાની નાની બાબતો જેવી કે બાળ સહજ ચોરી, જૂઠું બોલવું, સમય પાલન, ઘરકાર્ય ન કરવું વગેરેમાં “CORPORAL PUNISHMENT”, એક થી પાંચ ધોરણમાં હોવીજ જોઈએ.

જ્યારે પણ શિક્ષક કે માતાપિતા શિક્ષા રૂપે બાળકને મારે છે ત્યારે એને હાનિ પહોંચાડવા નથી મારતા પરંતુ એક સારો પાઠ ભણાવવા મારે છે. હા, કોઈ ગુસ્સામાં આપો ખોઈ બાળકને હાનિ પહોંચાડે એ ખોટું.

૫ વર્ષ સુધી જ લાડ કરો, ૫ થી ૧૫ કડક discipline મા બાળકોને મોટા કરો તો એક સ્વસ્થ સમાજ બનશે. નહિ તો બાજી હજુ વધુ બગડે એવા એંધાણ છે. એક એન્કાઉન્ટર દેશને સુધારી ન શકે.

શું આપણો સમાજ સારા સ્થળોએ ફરવાને લાયક છે

પરમ દિવસે હું દાંડી ગઈ હતી. ત્યાં મીઠા સત્યાગ્રહ ની યાદમાં બનેલું સોલ્ટ મેમોરિયલ જોવા ગઈ.

મને તો જગ્યા ખૂબ ગમી, સરસ મજાનું વાતાવરણ, સત્યાગ્રહ વષે વિગતવાર માહિતી, તળાવમાં ભૂરું પાણી (જે ભારતમાં જૂજ જોવા મળે), સોલાર ઝાડ, રંગબેરંગી ફૂલ છોડ વગેરે. સાથે સાથે કડક સિક્યોરિટી, ચુસ્ત સફાઈ, અને ₹૨૦ ની ટીકીટ.

આ ગજવાને સસ્તું સરકાર એટલા માટે રાખે છે કારણકે, બધા દેશવાસીઓ જઈ શકે, જોઈ ને કાંઈ શીખી શકે. પણ ઓછી ટીકીટ ને લીધે થોડા મવાલીઓ પણ આવે છે. ગઈકાલે અમારી જોડે આવા ૫ બાજુમાં ચાલતા હતા. તેઓને ખરાબ ગાળો વાળી ભાષા સિવાય કોઈ રસ નહોતો. નથી જાણવાની કોશિશ કરી કે શું છે, શા માટે છે, આ જગ્યાનું શું મહત્વ છે આઝાદીની ચળવળમા…

ગાંધીજીની પાછળ જે દાંડી કૂચ કરતા પૂતળા મુક્યા છે તેઓ જો માવો ખાઈને પિચકારી મારે તો તે ક્યાં સુધી પહોંચે એવી તેમની ચર્ચાઓ. ઉપરાંત ડગલેને પગલે સિક્યુરિટી ગાર્ડ તેમની પાછળ, “અહીં અડો નહિ, અહીંથી દૂર રહો, વગેરે વગેરે..”

આવા ઘણા હશે. ઉપરથી થોડા એવા પણ લાગ્યા જે અંદર તો આવી ગયા, પણ કોઈ સમજણ ન પડી તેમજ તેમને કોઈ આંનદ પ્રમોદ પણ ન થયો. એટલે ખાલી મોબાઈલમાં ફોટા પાડવા આવ્યા હોય એવું લાગે.

દેશમાં civic sense જેવી વસ્તુ ન હોય ત્યાં સુધી આવા સ્થળોની ટીકીટ ૨૦/- રૂપિયાની જગ્યાએ ૨૦૦/- કરી દેવી જોઈએ. એક તો ૨૦/- રૂપિયામાં લોકોને સગવડ આપો જેની તેઓને કિંમત નથી ને ઉપરથી નુકશાન ન કરે તે માટે સરકારે સિક્યુરિટી નો મોટો ખર્ચ ઉપાડવાનો. પછી ૨-૩ વર્ષે સ્થળ ખોટમાં જાય એટલે પેલા લેફ્ટઇસ્ટ અને લિબ્રાન્દુ સરકારને વખોડે. એના કરતા ૨૦૦/- રૂપિયા ટિકિટ કરીને અત્યારે જ લિબ્રાન્દુ ઓને વખોડવા દો.

સંપ્રદાય

જય શ્રી કૃષ્ણ
આજે મારે ઓલા જય સ્વામિનારાયણ સંપ્રદાય વિશે વાત કરવી છે. જે સંપ્રદાય માં ડુંગળી લસણ ખાવાની મનાઈ છે, છતાંય વ્યસનીઓ મળે. સ્ત્રીઓ ના માનમાં કે અપમાનમાં પરદા કરે. સ્ત્રીઓ મા સ્ત્રીજ દેખાઈ માઁ કે બહેન નહીં માટે તેમની હાજરીમાં તેમના સંતો (કે બાવાઓ) જાહેરમાં પણ દસ વ્યક્તિ વચ્ચે એક રૂમમાં સ્ત્રીની હાજરીમાં ન બેસે.
બે દાયકાઓ પહેલા આ સંપ્રદાયના મંદિરોમાં તેમના ભગવાન ની મૂર્તિઓ જોડે રાધાકૃષ્ણ તેમજ રામ સીતા લક્ષ્મણ જોવામાં આવતા અને તેમની આજુબાજુ આ પંથકના સ્વામીઓ. ત્યારના ભક્તોની વાત સાંભળીએ તો તેઓ કહેતા કે સ્વામિનારાયણ ભગવાન (જેઓ હકીકતમાં ૨૦૦ વર્ષ પહેલાં મનુષ્ય હતા) રામ ને માને અને રામનવમી ઉજવે.
આજકાલ નવા બનેલા મંદિરોમાં ભગવાન બાજુમાં ખસેડવામાં આવ્યા છે અને સ્વામીઓના પૂતળા ને સેન્ટર સ્ટેજ આપ્યું છે. પોઇચામાં હદ કરી છે એક બાજું બ્રહ્મા, બીજી બાજુ શિવજી અને વચ્ચે વિષ્ણું ને બદલે નિલકંઠ મુક્યા છે. હિંદુ દેવોને સાધુઓથી replace કરે તે કેટલું યોગ્ય? આવી રીતે તેઓ ધીમે ધીમે ૧૦૦ વર્ષમાં તેઓના મંદિરોમાં તેમજ પુસ્તકોમાંથી રામ, કૃષ્ણ, બ્રહ્મા, વિષ્ણુ, શિવ બધુંય કાઢી નાખશે અને હિંદુ ઇતિહાસ માંથી જેમ ઇસ્લામિક રાજાઓ રહયા અને રાજપૂતો, મરાઠા અને મૌર્ય ભૂલાયા તેવું થશે અને કોઈને ખબર પણ નહીં પડે.
ઉપરથી આજે ભારતીય લોકો આખી દુનિયામાં વસે છે જ્યાં આજ સંપ્રદાય ના લોકોએ ભારત બહાર મંદિરો બનાવ્યા છે. ત્યાં રહેતા ભણેલા ભારતીયો જે ધર્મના વેવલાવેળા મા ન માનતા હોય તેમને ભારતીય નાસ્તાઓ અને ભોજનની લોલીપોપ પ્રેમવતી નામની લોજ બાંધી આપે છે. ઉપરાંત તેમના વિશ્વાસુ ભક્તોને નવા લોકોને લાવવા તેમજ ડોનેશન લાવી આપવા કમિશન અપાય છે. એટલે હવે પરદેશમાં તો એવી પરિસ્થિતિ છે કે જેવું ખબર પડે કે કોઈ નવું ભારતીય આ વિસ્તારમાં રહેવા માટે આવ્યા છે કે તરતજ ત્યાં મંદિરમાં આવવા આમંત્રણ આપવા પહોંચી જશે અને પાછા કમિશન ની લહાય મા મદદ પણ કરે, એટલે પેલો નવાસવો જાળમાં ફસાય.
જેટલો પૈસો વિદેશમાં મંદિરો બાંધી હિંદુ ધર્મની દિશા બદલવામાં નાખે છે તેને બદલે અહીં ગરીબ લોકો ને ભણાવો, હેલ્થકેર આપો તો દેશનું ભલું થાય.
જૂની કહેવત યાદ આખી તો નથી પણ એવી કઈંક હતી “સ્વામિનારાયણયો ભીંતે ચિતરેલો પણ નક્કામો”
અને હા આજે જગજાહેર કબૂલાત કરું છું કે આ જીવનમાં જેટલી વાર સંજોગોને આધીન થઈ આ લોકોના મંદિરોમાં જવાનું થયું અને પેલું “બહેનોએ અહીંથી આગળ વધવું નહીં” વાળું પાટિયું દેખાતાજ લાત મારી ફંગોળવાની અદમ્ય ઈચ્છા થઈ હતી જે મહામહેનતે દબાવી રાખી હતી.
લોકોની લાગણીઓ અને માનસિકતા જોડે રમત રમવામાં તેઓ હોથીયાર છે, આવા ચાલબાઝોથી દૂર રહેવું. 

વિચારો

આજનો યુવાન જે સમય દેશની ચિંતા, ધર્મ, રાજકારણ ના analysis માં વાપરે તે પોતાની કારકિર્દી ઘડતરમાં વાપરે તો દેશનો તેમજ તેનો ફાયદો થાય.

સુખ દુઃખ

આપણા સુખદુઃખ આપણા વાણી વર્તન પર જ નિર્ભર છે.

ઘણીવાર તમે સાચા હોવા છતાં past conditioning ને લીધે કશું બોલી નથી શકતા. તો કોઈકવાર તમે ગુસ્સામાં એવું બોલી કાઢો કે તમે સાચા હોવ છતાં તમને કોઈ માનથી ન જુએ. બન્ને પરિસ્થિતિમાં નુકશાન તમારુંજ થાય છે.

કોઈ માણસ ચુપચાપ બીજાને મદદરૂપ થાય, તો કોઈક માત્ર પાંદડું હલાવવા જેટલું કાર્ય કરી સદીઓ સુધી તેના ગીત ગાય.

અમુક માણસોની આગળ તમે દિલ ખોલીને વાત કરી શકો, જે તમને સમજે, સાંભળે, માંગ્યા પછીજ સલાહ સૂચનો આપે, તમારું અને સાથે સંકળાયેલા બધાનું હિત વિચારી આગળ શું કરવું કે શું ન કરવું તેની વાત સમજાવી છેલ્લો નિર્ણય તમારા પર છોડે. જયારે થોડા એવા હોય કે સાંભળે નહિ અને judge કરે, ત્વરિત માંગ્યા વગર સલાહો આપશે અથવા પોતાની કહાની શરૂ કરી દે જાણે સ્પર્ધામાં ઉતર્યા હોય.

આવા ઘણાબધા દાખલાઓ અપાય. જેવી રીતે ખરે સમયે શાંત અને તઠસ્થ ભાવે સત્ય બોલવું જરૂરી છે તો અમુક સંજોગોમાં ચૂપ રહેવું પણ એટલુંજ જરૂરી બને છે.

સમાજમાં કોઈને પણ સહાયરૂપ થવું હોય તો સાંભળવાની કળા હોવી જોઈએ. તે માટે શાંત પળો ગાળવી પોતાનું અવલોકન કરવું ખૂબ જરૂરી છે. મેડિટેશન સૌથી સારું.

તમારા મનની શાંતિ સૌથી અગત્યની છે, પણ એ પામવા બીજાને અશાંતિ આપવી એ સારું ન કહેવાય. આપણા સુખ માટે બીજાને દુઃખી ન કરવા. સુખદુઃખ નું ચક્ર તો ફરતું રહેશે.

મિલકતના ભાગ

એક બા મળ્યા, હાલમાં જ વિધવા થઈ થોડા દિવસ દીકરીને ઘરે રહેવા આવ્યા છે. કહે મારે ત્રણ દીકરીઓ અને એક દીકરો જે થોડા વર્ષો પહેલા ગુજરી ગયો. કેવી રીતે? એ તો બાળપણથી નબળો હતો. પછી વહુ પિયર તેના ૨ વર્ષના દીકરા જોડે રહે. વહુ ઓછું ભણેલી નોકરી નથી.
હવે ખેલ જુવો, મને કહે વહુ તો સસરા ગયા અને મહિનો થયો એટલે પોતાનો રંગ બતાવી મિલકતમાંથી પોતાના દીકરાનો ભાગ માંગ્યો. મારા પતિએ કેટલી મહેનત કરી બંગલો બનાવ્યો હતો એમાંથી ભાગ કાંઈ પિયર રહેતી અને અમારી સેવા ન કરતી વહુને થોડો આપી દેવાય. મેં પછયું કે તમારા જમાઈઓ – હા એ તો બધા ફ્લેટ ગાડીઓ વાળા ખૂબ સુખી અને મારી દીકરીઓને સારી રીતે રાખે.
ધીમે ધીમે થોડી વધારે પૃચ્છા કરી તો લાગ્યું કે આ બા ને ત્રણ દીકરીઓ પછી અને કદાચ થોડા ગર્ભપાતો પછી મોટી ઉંમરે દીકરો થયો, માટે તેનો માનસિક વિકાસ ઓછો અને ભણી નહોતો શક્યો. એટલે વહુ પણ ગરીબ ઘરની મળી.
હવે આ બા પોતે પોતાના દીકરા પૈદા કરવાના સ્વાર્થ માટે એક અબુધ બાળકને જન્મ આપ્યો, તેની ક્ષમતા ન હોવા છતાં લગ્ન કરાવ્યા, તેના ગુજરી ગયા પછી વહુ અને પૌત્રાને પ્રેમથી સાચવી ન શક્યા અને વહુ ભાગ માંગે છે કહી વહુને વગોવતા ફરે છે.
મેં તો મોઢા પર કહ્યું કે જો આજે દીકરો જીવતો હોય તો વહુ અને પૌત્ર બન્ને તમારા બંગલામાં રહેતા હોત, માટે દાદાની મિલકતમાં પૌત્રા ને ભાગ આપવોજ પડે. તો એવા ભડકી ગયા. બોલો આવા લોકો ક્યાં સુધી પારકી દીકરી તેમજ પોતાના પૌત્રની જિંદગી બરબાદ કરશે?